દરેક બુંદમાં વહેતો તું ને હું પણ પિઘળું એ બુંદોમાં,
મનગમતા આ બંધન ને પણ, હૂ બાંધું બે બુંદોમાં,..
મૉમ સમા એ સ્પર્શની આગ હું સોંપું જો બુંદોમાં,..
તું રોમરોમ તડપાવે જયારે, મને જલાવે બુંદોમાં,..
હોઠો ઉપર પ્યાસ જગાડી, રંગ છલકાવે બુંદોમાં,..
તું મારી છે પ્રણય વર્ષા, મને ભીંજવ તું બુંદોમાં,..
જીવું છું કે શ્વાસ લઉ છુ, વર્ષોથી હું બુંદોમાં,..
તને મળીને લાગ્યું જાણે, હવે જીવું છું બુંદોમાં,..