रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रूयताम्,
अम्भोदा बहव वसन्ति गगने
सर्वेऽपि नैतादृशा:।
केचिद् वृष्टिभिराद्रयन्ति धरिणीं गर्जन्ति केचिद् वृथा,
यम् यम् पश्यसि तस्य तस्य पूरतो मा ब्रूहि दीनं वच:॥
*
વિન્યાસ* सर्वे: अपि, न एतादृशा:,
वृष्टिभि: आद्रयन्ति, पूरत: मा
*ભાવાર્થ *
હે મિત્ર ચાતક, એક ક્ષણ માટે તું મારી વાત ધ્યાન દઈને સાંભળ. આકાશમાં ઘણાં બધાં વાદળો હોય છે પણ એ બધાં એક સરખાં નથી હોતાં. કેટલાંક વરસાદ વરસાવીને તરસી ધરતીને ભીંજવતાં હોય છે તો કેટલાંક માત્ર ગડગડાટ કરીને પસાર થઈ જતાં હોય છે. એટલે મહેરબાની કરીને જે દરેક વાદળ તને સામે મળે એ દરેકની પાસે તું (તારી તરસ છીપાવવા માટે) કરગરીશ નહીં.
🙏 શુભ શશિદિન!🙏
🙏🏻