અનેક મોહરાઓ ચહેરે ચડાવી,
દરેક વ્યક્તિએ જુદી જ વાતો,
વાતને અનુરૂપ મહોરો પહેરી,
હવે શીખું છું આ હુન્નર દુનિયાથી.
દર્પણ સામે આવી હૂબહૂ ખુદને ભાળી
ખરો ચહેરો ખરું વ્યક્તિત્વ
ભીતરમનનો પ્રશ્ન..
અને એક કટાક્ષ ભર્યું મારુ હાસ્ય!
સત્ય અને સાત્વિકતા છે કોઈને પ્રિય?
- ફાલ્ગુની દોસ્ત