ક્યાં માંગ્યો મેં આખો સૂરજ,
આગિયો આપશો મુજ હિસ્સાનો તોય ચાલશે.
નથી માંગ્યો મેં આખો દરિયો,
ઝાકળ આપશો મુજ હિસ્સાનું તોય ચાલશે.
ભલે ને ન આપો હક તમ પર,
પ્રેમ કરવા દેશો મુજ હિસ્સાનો તોય ચાલશે.
શક્ય ન હો જો સંગે જીવવું,
વ્હાલ કરવાનો હક આપશો તોય ચાલશે.
ન ચાલી શક્યા સંગે યુવાનીનાં ઉંબરેથી,
અંતિમ ઘડી સુધી ચાહવા દેશો તોય ચાલશે.
✍️ સરગમ
-Priyanka Chauhan