ન કરે કોઈ માંગણી, ન કરે કોઈ દુશ્મની.
નથી વેર એને કોઈ સાથે, છે એ મિત્ર સહુનો.
આપે જ્ઞાન આખી દુનિયાનું સૌને,
નિભાવે દોસ્તી નિષ્ઠાથી સૌ સાથે.
રાખી શકો સાથે સદાય તમે એને,
જ્યાં જાઓ તો આપશે સાથ તમને એ.
શીખવે એ તમને નિતનવા પકવાન,
આપે જાણકારી ઔષધિની ઘણી.
શીખવે વ્યવસ્થા ઘરની,
ને શીખવે તમને ટેક્નોલોજી આજની.
આપે પરિચય મહાનુભાવોનો,.
શીખવે તમને ઉત્તમ જીવન જીવતાં.
હોય જ્યાં સાથ વાંચનનો તમને,
ક્યાંય ન આવે ઉદાસી તમને.
નિરાશામાં જગાવે આશાનું કિરણ બનીને પ્રેરણા,
હતાશામાં આપે હિંમત તમને.
શીખવે નિતનવા કૌશલ્યો સૌને,
મેળવી શકો આવક જેનાં થકી તમે.
ભલે ન વાંચો આખુંય પુસ્તક,
વાંચજો રોજનું એક પાનું પુસ્તકનું.
કંઈક તો શીખવી જશે એ પાનું તમને.
છે એક જ વિનંતિ આજનાં દિને,
કરજો પ્રોત્સાહિત આજની પેઢીને,
લઈ જજો એને પુસ્તકાલય તરફ.
જાય છે જે હાલમાં રેસ્ટોરાં અને થિયેટર તરફ.
સૌ વાંચનપ્રેમીઓ અને લેખકો તેમજ લેખિકાઓને 'વિશ્વ પુસ્તક દિવસ'ની શુભેચ્છાઓ.💐
સ્નેહલ જાની.