હજી ઉનાળો માંડ શરુ થયો છે ત્યા જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યા પાણીની તંગી સર્જાઈ રહી છે. પીવાનુ પાણી મેળવવામા પણ મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે આજ પરિસ્થિતિ હોય છે જેને ધ્યાનમા લઈ ને મે આ આર્ટિકલ લખ્યો છે. શુ તમને નથી લાગતુ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો વ્યાપ વધારવો જોઈએ ? જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને નદી- નાળામા વેડફાતુ અટકાવી તેનો સદુપયોગ કરી શકાય.