સંવેદનાની કલમે....
લાગણીની અવઢવ....
ભૂલ તારી હું સહેતો હોઉં સદા,
શું કરું કે, લાગણીનો માણસ છું..
લાગણી જ આપણને બંધનમાં નાખે છે, સંયમ તોડાવે છે, આપણા ઈરાદા બદલાવે છે, નિર્ણયમાં અવઢવ ને અનિશ્ચિતતા કરાવે છે..લાગણી જ બુદ્ધિ ને જડ કરી દે છે..લાગણી જ પાઠ ભણાવવાનો બદલે શરણાગતિ સ્વીકારી લે છે..લાગણી વગર વાંકે રાતભર રડાવે છે.એ બુદ્ધિ ને કુંઠિત કરી માનવને મૂર્ખ બનાવી દે છે...ને સમાજમાં હાસ્યાસ્પદ પણ બનાવે છે..આ લાગણી જ તારા મારાના ભેદ કરી અધિકાર ની ભાષા બોલવા લાગે છે ને સ્વાર્થના રસ્તે જઇ કૈકેયીની ભૂમિકા ભજવે છે..ને સ્વાર્થની ભાષા બોલવા લાગે છે..
લાગણી ક્યારેક અનૈતિક રસ્તે ય લઈ જાય છે ને ઝેર ના બીજ વાવી બધું ખેદાન મેદાન કરી નાખે છે..
આ લાગણીએ કેટલાય ઇતિહાસ બદલી નાખ્યા છે ..તેને ઇશ્કના રસ્તે આંસુઓની ભેટ આપી છે તો પૂર્વગ્રહ, ઘૃણા ને નફરતની જનની પણ તે જ બને છે..
લાગણી ઉશ્કેરાટને રસ્તે જઇ ક્યારેક અનર્થ કરાવે છે તે હંમેશા ઉતાવળી ને બ્હાવરી બને છે ને પછી પસ્તાવા સાથે પોતે ને અન્યને દુઃખી કરે છે..આ લાગણી માનવને મૃગજળના રણ માં લઇ જાય છે ને આશા નામના પંખીની સાથે દોસ્તી કરાવી બધું આપણું ધાર્યું થશે એવી લોલીપોપ આપી ભરમાવે છે..
આત્મીયતાનું બીજું નામ પણ લાગણી છે..આ લાગણી જ યાદોને સાચવે છે, બદલાની આગને પ્રજ્વલિત રાખે છે..ને મહાભારત કે રામાયણ નું કથાબીજ બને છે..
લાગણી વિશે વધુ શું કહું ? ટૂંકમાં.. તે અનિર્ણિત મનનું પરિણામ છે ને માનવ માત્રના જીવવાનું પણ એ એક કારણ છે..લાગણી બધુ સહન કરી લે છે, તે માફ કરી દે છે..ને સંબંધો પણ સુધારી શકે છે એ પ્રેમનો સાક્ષાત્કાર ય કરાવી શકે છે ..ને જીદને રસ્તે પણ લઈ જાય છે.. તે આસક્તિમાં અટવાઈ માનવને અનિર્ણીત અવસ્થામાં ય લઇ જાય છે..ને આમ આસક્તિ જ માનવના મોક્ષ ને બંધનનું મુખ્ય કારણ બને છે...
દિલની વાત ♥️