ધુળેટીનો તહેવાર હતો ને...!
હું તો પરોવાયેલી હતી મારા કામકાજમાં....!
ત્યાં પતિદેવ હસતાં હસતાં આવ્યા મારી પાસમાં...!
મલકાઈને ગુલાબી રંગ લગાવ્યો મારાં ગાલમાં...!
હજુ તો રંગ લાગવું હું તેમના ગાલમાં..!
ત્યાં મારી આરુ..! હાથ છુપાવી આવી મારી સોડમાં...!
'હેપી હોલી' કહી રંગી દીધી મને તો આસમાની રંગમાં...!
બન્નેને આમ ખુશ જોઈ મલકાઈ રહી હતી હું તો મનમાં..!
હસીને હું રંગી રહી હતી બાપ દીકરીને હરિયાળા રંગમાં.!
ત્યાં મારી નાનકડી હેલી આવી જોરદાર ગુસ્સામાં...!
"કોઈ મને લવ નથી કરતું"એમ તે બોલી રડમસ સ્વરમાં.!
મારી હંસીને રોકતાં, મેં ચૂમીને...
તેને લઈ લીધી મારી ગોદમાં..!
સ્માઈલ આપતાં મેં તેને રંગી દીધી સોનેરી રંગમાં....!
ક્ષણભરમાં તેનો ગુસ્સો ફેરવાઈ ગયો ફરી સ્નેહમાં...!
ને આમ જ ધૂળેટી પર માત-પિતાના આશિષમાં...!
મારું ઘર મહેંકી ઉઠ્યું પરિવારના પ્રેમમાં....!
-Mausam