મારી પાનખરમાં ખીલતી વસંત છો તમે
ગ્રીષ્મમાં ઠંડી ઠંડી હવા છો તમે
વર્ષામાં રિમઝીમ વરસાદ છો તમે
હેમંતમાં મારા ગાલોની લાલી છો તમે
શિશિરમાં હૂંફાળો સ્પર્શ છો તમે
મૌસમ તો બદલાયા કરે તેના સમયે
તેમ છતાં મારા વ્હાલા હમસફર
હર મૌસમમાં વરસતો સ્નેહ છો તમે
-Mausam