જરૂરી નથી કે સમજદારી અને શિસ્ત થી જ જીવવું.
ક્યારેક બાળક બનો,કયારેક થોડા પાગલ બનો,
ક્યારેક થોડા જીદ્દી બની નખરા કરો...
☺️જીવવાની મજા આવશે...😊
ક્યારેક કોઈથી રિસાઈ જાઓ,ક્યારેક કોઈને મનાવી લો,
ક્યારેક ગુસ્સા ગુસ્સામાં મલકાઈ જાઓ..
☺️જીવવાની મજા આવશે...😊
ક્યારેક જોરથી હસી લો,ક્યારેક કોઈ ખૂણે રડી લો,
ક્યારેક રડતા રડતા હસી જાઓ...
☺️જીવવાની મજા આવશે...😊
ક્યારેક કોઈ માટે જીવો,ક્યારેક પોતાના માટે જીવો,
ક્યારેક કોઈનો જીવ બની જીવી જાઓ...
☺️જીવવાની મજા આવશે...😊
-Mausam