બાળકની અભિલાષા
દોડવું છે... કુદવુ છે... પડવું છે... ઉભા થવું છે... ફરી દોડવું છે..
બાળક છું.. બાળપણ ને ખૂબ જ મહાલવું છે મારે,
પણ જોને આ શિક્ષણ પધ્ધતિ એ છીનવી લીધી મારી અભિલાષા...
સંતાઈને મિત્ર નો થપ્પો કરવો છે... ઝાડ પર ચડવું છે..
બાળક છું... બાળક બની ખૂબ જ રમવું છે મારે,
પણ જોને આ ભારેખમ દફતરે છીનવી લીધી મારી અભિલાષા...
ભાગોળે જવું છે ને માટી માં રમવું છે.. ધૂળ ધૂળ થાવું છે..
બાળક છુ... બાળક બની ખૂબ મસ્તી કરવી છે મારે,
પણ જોને આ મોટા મોટા હોમવર્ક એ છીનવી લીધી મારી અભિલાષા..
ભર વરસાદ માં નાચવું છે.. છબછબિયાં કરવા છે..
બાળક છું...બાળક બની ખૂબ ધમાલ કરવી છે..
પણ જોને આ અગરા અગરા સિલેબસ એ છીનવી લીધી મારી અભિલાષા..
-Mausam