આક્ષેપ
તું જેનો બદલાઈ જવાનો દાખલો દે છે
તે "મૌસમ" નું બદલાવું જરૂરી છે
પ્રકૃતિના સૌંદર્ય માટે,
માનવના વિકાસ માટે,
સૃષ્ટિના પરિવર્તન માટે..!
પણ
હે માનવ..! તારી વાત કર..!
તું તો પળેપળ બદલાય છે,
તું તો ક્ષણેક્ષણ બદલાય છે.
જ્યારે જ્યારે તારો સ્વાર્થ બદલાય છે,
ત્યારે ત્યારે તારો વ્યવહાર બદલાય છે.
સમયે સમયે તારો સંગાથ બદલાય છે.
પ્રસંગે પ્રસંગે તારો ભાવ બદલાય છે.
આક્ષેપ ન મૂક મૌસમ પર, બદલાઈ જવાનો..
લાગ જોઈ લાગણી બદલનાર હે માનવી
તું તો હરદિન,હરપ્રહર,હરક્ષણ બદલાય છે.
-Mausam