ચાંદની રાત હતી..
શીતળ લહેર આવતી હતી.
નજર મારી આસમાને તાકી હતી..
ત્યાં કાને મારા કોઈની ગુપચુપ સંભળાતી હતી..
ચાંદ બોલે હું પ્રેમનું પ્રતીક, પ્રેમીની યાદોનો છું સાથી..
ત્યાં તારો હરખીને બોલ્યો, હું ખ્વાહિશ પ્રેમીઓને પામવાની..
મુજને જોઈ બંધ કરી લોચન જન્મોનો સાથ માંગતા પ્રેમી..
ત્યાં મારા ગાલને સ્પર્શીને શીતળ હવાની લહેરખી બોલી..
ના મારો ડંફાસ, મુજને તોલે ન આવે કોઈ..
દૂર રહેતા પ્રેમીઓને સ્પર્શી પાસે હોવાનો અહેસાસ કરાવતી..
ત્યાં મારા ચંચળ નયનોએ પાંપણ પટપટાવી..
ના કરો બકવાસ, પ્રેમ ન થાય જો ન મળે નયન નયનોથી..
આ સૌની વાતો સાંભળી, મલકાઈને 'મૌસમ' બોલી..
ના કરો ખુદની બડાઈ,ના થાઓ નિરાશ કોઈ..
તમે સૌ છો પ્રેમના સોદાઈ..
-Mausam