હેમંતમાં તમારા ગાલને સ્પર્શતી ગુલાબી ઠંડી હવા હું છું..
શિશિરમાં તમારા હાડ થીજવતી કડકડતી ઠંડી હું છું..
વસંતમાં કેસૂડાના રંગ અને ફૂલોની સુંદર ફોરમ હું છું..
ગ્રીષ્મમાં ત્રાહિમામ કરતો સૂરજનો આકરો તાપ હું છું..
વર્ષામાં વરસતી છમછમ બુંદો ને વાદળની ગર્જના હું છું..
શરદમાં સોળે કળાએ ખીલેલ પ્રકૃતિનું સૌંદર્ય હું છું..
પરિવર્તિત થઈ સૌને મનોહર અહેસાસ કરાવનાર હું છું..
હા, પ્રકૃતિના દરેક સ્વરૂપનો અનુભવ કરાવનાર 'મૌસમ ' હું છું..
-Mausam