આખેઆખી ચોપડીઓ ફેંદી વળી..
પણ ક્યાંય ના મળ્યા મને..
જિંદગીના અકબંધ રહસ્યો..
આખેઆખું ફળિયું ફેંદી વળ્યું..
પણ ક્યાંય ના મળ્યા મને..
મારા ખોવાયેલા મિત્રો..
આખેઆખું ઘર ફેંદી વળ્યું..
પણ ક્યાંય ના મળ્યા મને..
મારા ખોવાયેલા સ્વપ્નો..
આખેઆખું ગુગલ ફેંદી વળ્યું..
પણ ક્યાંય ના મળ્યા 'મૌસમ' ને..
લાગણીઓના ખોવાયેલા સરનામાં..
-Mausam