ખોવાઈ ગઈ છું હું..
સ્વજનોની ભીડમાં.
સ્વ ને શોધું હું ક્યાં..?
ગૂંચવાઈ ગઈ છું હું..
જવાબદારીઓના બોજમાં
રાહતને પામુ હું ક્યાં..?
અટવાઈ ગઈ છું હું..
વિખવાદી સંબંધોમાં..
લાગણીઓને ઢાળું હું ક્યાં..?
થાકી ગઈ છે 'મૌસમ'..
સૌ કોઈને સાચવવામાં..
ખુદને સંભાળું હું ક્યાં..?
-Mausam