કેમ છે પ્રભુ..? મજામાં ને..?
બહુ ખુશ થતો હોઇશ અત્યારે તો તું.. હે ને..?
તારા અમીર ભકતો તારી આટલી આગતા સ્વાગતા જો કરે છે..!
અયોધ્યામાં બેઠાંબેઠાં
હેય ને ગરમ કપડાં પહેરી આરામ કરવાનો...!
કડકડતી ઠંડીમાં
હેય ને હીટરની ગરમ હવાથી હૂંફાળા થવાનું...!
મંદિરમાં બેઠાંબેઠાં
હેય ને નિત નવા પકવાન આરોગવાના...!
થોડી ફીકર તારા સંતાનોની પણ કર....!
જે કડકડતી ઠંડીમાં, વગર સ્વેટરે, ભૂખ્યાં તરસ્યાં,
તારા મંદિરની બહાર સુતા છે.
-Mausam