આંગળી પકડી જેણે પા પા પગલી ભરતા શીખવાડી..
ઘડપણમાં તે બાપનો હાથ ક્યારેય ના છોડતાં...
જેનો મમતાભર્યો હાથ હંમેશા તમારા માથે ફર્યો..
તે માં ને ઘડપણમાં હૂંફ આપવાનું ક્યારેય ના ભૂલતા...
પરસેવો પાળી જેણે તમારી ઈચ્છાઓ પૂરી કરી..
તે બાપને ઘડપણમાં સહારો બનવાનું ક્યારેય ના ચુકતા..
તમારી દરેક તકલીફોમાં તમારી પડખે રહેનાર...
તે માં ની આંખોમાં આંસુ ક્યારેય ના લાવતા..
રાતોના ઉજાગરા કરી જેણે તમને મોટા કર્યા.. "મૌસમ"
તે માબાપને ઘરડાં ઘરમાં ભૂલથી પણ ક્યારેય ના મુકતા..
-Mausam