શોખ નથી મને મોટા માણસ થવાનો..
દરિયાદીલ માનવ બનું તોયે ઘણું..
શોખ નથી મને સંબંધો વિકસાવવાનો..
હયાત સંબંધોને નિષ્ઠાથી નિભાવું તોયે ઘણું...
શોખ નથી મને આસમાનને અડવાનો..
આ ધરતી પર જ સારા કામ કરું તોયે ઘણું..
શોખ નથી મને નામ કમાવવાનો...
મારા સારા કર્મોથી ઓળખાઉં તોયે ઘણું..
શોખ નથી મને સુંદર દેખાવવાનો...
મારુ મન સાફ અને સુંદર રહે તોયે ઘણું...
શોખ નથી મને ટોપ લેખક બનવાનો..." મૌસમ"
બસ વાચકોનો આમ જ પ્રેમ મળે તોયે ઘણું..
-Mausam