કંઇક તો છે પ્રભુ..!
મુશ્કેલ પરિસ્થિતિમાં મને હિંમત કોણ આપે છે ?
દુઃખમાં પણ હસતાં રહેવાની પ્રેરણા ક્યાંથી મળે છે ?
જિંદગી તો દરિયા જેવી છે..
ક્યારેક સુખની ભરતી..તો
ક્યારેક દુઃખની ઓટ આવે છે.
આ બંને સ્થિતિમાં સમતા દાખવતાં કોણ શીખવે છે ?
લાગણીઓ પણ પુષ્પ જેવી છે..
ક્યારેક ખુશીથી ખીલી ઉઠે છે..તો
ક્યારેક છૂંદાઈને મુરઝાઈ જાય છે..
આ બંને સ્થિતિમાં મહેકતાં રહેવાનું કોણ શીખવે છે ?
દયા,પ્રેમ,પ્રામાણિકતા અને મહેનતુ પ્રકૃતિ સાથે મૌસમ
પ્રભુ તારા પરનો અને પોતાના પરનો વિશ્વાસ જ
કામ કરી જાય છે.
-Mausam