શું લખું ? શું લખું? શું લખું? એમ થાય છે
શૂન્યમાં અચાનક શબ્દોની તલવારો વિંઝાય છે
મારા તો શબ્દોમાં પણ દ્વંદ્વ થાય છે
કાપે શબ્દો જ ને કપાય પણ એ જ
તોયે ક્યાં કોઇની જીત થાય છે!
ચકળવકળ મન ઉત્સાહિત ને ગમગીન
થઈ વિરાગ તરફ ખેંચાય છે
જ્યારે શરસંધાન ચૂકી જવાય ને
શબ્દોનો રાફડો ફાટીને ઊભરાય છે.
- મૃગતૃષ્ણા
🌼🌼🌼
-મૃગતૃષ્ણા mrigtrushna"