છું હું ફકત નાનકડો વાંસનો પોલો ટુકડો,
તમે હોઠે અડાડી, સરગમનાં સૂર જગાડો.
હું નાની બાળ અબુધ, કરો પ્રભુ પ્રેમ દ્રષ્ટિ ,
મુજ અહંકારના અંધકારને દૂર ભગાડો.
રુકમણી, રાધા, મીરાં,બનવાનું ક્યાં ગજુ,
બની સખા,બસ એકવાર ગળે જરૂર લગાડો.
જપ- તપ,વ્રત હું ના જાણું, જાણું તારી પ્રીત,
દયા કરી ,દાસ જાણી,આતમનાં તુર વગાડો .
પકડ્યો છે તારો હાથ, હરપળ રહેજો સંગાથ,
રૂપ-રંગ ,તન, મન, ધનનાં સઘળા ગુરુર મટાડો .
✍️ સરગમ
-Priyanka Chauhan