અત્રે કેટલાક વ્યાકરણને લગતા નિયમો લખું છું. અગાઉ શ્રી. નાથાલાલ દેવાણીની કોઈએ ફોરવર્ડ કરેલી પોસ્ટને આધારે રોજબરોજનાં ગુજરાતી લેખનમાં ખૂબ ઉપયોગી કેટલાક નિયમો નીચે ટાંક્યા છે તે નવા જૂના લેખકો યાદ રાખે. ઘણી ભૂલો આપણે જાણતા નથી તેથી કરીએ છીએ પણ સાચું શું લખવું જોઈએ એ માટે આ સૂચનો ઉપયોગી થશે.
ઉપરાંત, 'બહુ થયું' ને બદલે 'બવ થયું ' લખે છે તે ખોટું છે. તેમ જ, મળવા આવીશ ને બદલે 'મડવા આવીશ' લખાય છે તે ખોટું છે.
ભાળ મેળવવી એટલે કે શોધ ચલાવવી. એમાં પણ કોઈ ભાડ મેળવવી લખે છે, તો કોઈ ભાલ અને મેરવવી લખે છે. આવું લખાણ વાંચનારને ખૂંચતું હોય છે.
તો આવો આવા કેટલાક સામાન્ય વ્યાકરણના નિયમો યાદ રાખી લેખન વ્યવસ્થિત બનાવીએ.
નીચે આ પ્રકારનાં નિયમોનું એક લીસ્ટ મુકેલ છે તે નોટ કરી સ્સંઘરી રાખવા જેવું છે.
યોગ્ય જગ્યાએથી એનો સ્ક્રિનશોટ લઈને પણ સાચવી શકો છો.
તો આવો આ નિયમો યાદ રાખીએ.
1 . જ છૂટો લખવો દા.ત. મારે જ.
2 . ય, યે ભેગા લખવા. દા.ત. કેમેય, આમેય.
3 . વિભક્તિના પ્રત્યયો હંમેશાં ભેગા રાખવા દા.ત. પાતાળમાં, ઘરમાં, વાતનું વતેસર, પતિનો પ્રભાવ, તેનાથી થયું.
4 . દ્વિરુક્તિ વાળા શબ્દો ભેગા લખવા દા.ત. વારેવારે, જુદાજુદા, ધીમેધીમે, જાતજાતના, થોડુંથોડું.
5 . નામયોગી પ્રત્યયો છુટા લખવા દા.ત. ઝાડ પર, ઘર પાસે, પ્રધાન થકી, મંદિર નજીક, બાળકને માટે.
6 . 'તોપણ 'અને 'જોકે' ભેગાં લખાય. જે મોટે ભાગે લોકો અલગ લખે છે.
7 . કે છૂટો લખાય જેમ કે જાણે કે, કેમ કે, જેમ કે
8 . 'પૂર્વક' અને 'માત્ર' ભેગાં લખવાં જેમ કે શાંતિપૂર્વક, લેશમાત્ર
9 . સહાયકારી ક્રિયાપદો છૂટાં લખવાં જેમ કે બોલ્યા હશે, કહે છે
10 . ક્યારેક બે ક્રિયાપદો મળી એક સંયુક્ત ક્રિયાપદ બને છે. એ બેય ક્રિયાપદ છૂટાં લખવાં જેમ કે કહી નાખ્યું, જતો રહ્યો, જવા દો.
11 . સમાસ નાં પદો જોડીને લખવાં જેમ કે માબાપ, બેપાંચ, નાનાંમોટાં.
ખાતમુહૂર્ત, જન્મશતાબ્દી. એમાં વચ્ચે - સંજ્ઞા પણ મૂકી શકાય.
વ્યાકરણના આ નિયમો સહુને ખૂબ ઉપયોગી થશે.