પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓ ને લચી પડ્યો આ કેસુડો...
આંખો થી જોવાય,
પણ આંખ માં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય,
આ કેસુડો...
રંગે રાતો,
ને મદમાતો,
એના રંગે રંગી જાય,
આ કેસુડો...
ડાળે થી તોડ્યું,
જરા એક ફૂલ,
હૃદયે વસી જાય,
આ કેસુડો...
આપ સહુ ને ફાગણ નાં ફાગમુબારક..