તું ક્ષર નથી એક અક્ષર છે.
તું અક્ષર નથી એક શબ્દ છે.
તું શબ્દ નથી એક પંક્તિ છે.
તું પંક્તિ નથી બબ્બે પંક્તિ છે.
તું બે પંક્તિ નથી એક દોહો છે.
તું દોહો નથી એક ફકરો છે.
તું ફકરો નથી એક વાર્તા છે.
તું વાર્તા નથી એક નવલિકા છે.
તું નવલિકા નથી એક કથા છે.
તું નવલકથા નથી મહાકથા છે.
તું મહાકથા નથી જીવન પુષ્પ છે.
પુષ્પ નથી નિરાશા ભરી આશ છે.
- વાત્ત્સલ્ય