ગઝલ
સંપ માટીએ કર્યો તો ઇંટ થઇ ,
ઇંટનું ટોળું મળ્યું તો ભીંત થઇ.
કાન તો કાપી લીધા’તા ભીંતના,
તો પછી આ વાત ક્યાંથી લીક થઇ?
હું કળી માફક જરા ઊઘડી ગયો,
એટલામાં પણ તને તકલીફ થઇ?
આંસુંનો સર્વે કર્યો તો જાણ્યું કે_
આંખમાં વસ્તી વધારે. ગીચ. થઇ.
કેટલું સાચું છે કે ઉડતા પંખીને,
કોઇ ચિંતા નહિ કઇ તારીખ થઇ?
…… અનિલ ચાવડા.