મારી અને તારી આ પ્રિય વાતો,
બની જાય એ પ્રેમની કવિતાઓ,
તું ચાલે અને સાથે હું પણ ચાલું,
બની જાય એ પ્રેમનાં રસ્તાઓ,
મારી અને તારી આ સુંદર આંખો,
બની જાય એ પ્રેમના દ્રશ્યો,
તારું અને મારુ આ ધબકતું હ્દય,
બની જાય એ પવિત્ર જીવન,
મારી અને તારી આ પ્રિય વાતો,
બની જાય એ પ્રેમની કવિતાઓ..
મનોજ નાવડીયા