*વિનાયક દામોદર સાવરકર*
*સ્વાતંત્ર્ય વીર સાવરકર*
પુણ્યતિથિ : ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬.
વીર સાવરકરજી વિશેના મનોગત જાણીએ....
⭐ *શ્રી સી. રાજગોપાલાચારી*
(ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ભારતરત્ન) કહે છે,
*સાવરકર એક રાષ્ટ્રીય નાયક, સાહસ, વીરતા અને દેશભક્તિના પ્રતિક હતા. સ્વતંત્રતા માટે લાંબી લડાઈ લડનાર એક અભિતીર્થ હતા.*
⭐ *શ્રી મોહમ્મદ સી. છગલા*
(પ્રસિદ્ધ કાનૂનવિદ, તત્કાલીન શિક્ષણમંત્રી) કહે છે,
*સાવરકરના કારણે મહાત્મા ગાંધીને દેશ માટે સ્વતંત્રતા અપાવવાનું શક્ય બન્યું. જો ભારતના લોકોએ સાવરકરને ભારતના ઈતિહાસમાં પ્રમુખ સ્થાન ન આપ્યું તો તે કાર્ય દેશભક્તિ પૂર્ણ નહીં હોય.*
⭐ ૨૦ મે ૧૯૮૦ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી *ઈન્દિરા ગાંધીજી* એ સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના સચિવ પંડિત બારખલેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓશ્રીએ લખ્યું હતું કે,
*વીર સાવરકરનો અંગ્રેજી શાસનનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં એક અલગ અને મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાતાના આ મહાન સપૂતની ૧૦૦મી જયંતીના ઉત્સવને યોજના અનુસાર પુરી ભવ્ય સાથે ઉજવો.*
ઈન્દિરા ગાંધીજીએ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના ૧૧ હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને ૧૯૮૩માં ફિલ્મ ડિવિઝનને વીર સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો.
*રાષ્ટ્રહિતની માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏