મારી માતૃભાષા મારુ ગૌરવ સ્વાભિમાન,
સ્વપ્નો,અંતરની ભાષા, લાગણીની ભાષા,
નિજ વિચારો, નિજ કલ્પનાની ભાષા,
જેમાં અવનવા ઓરતાં પાંગરે,
જેમાં વિચારોની કુંપળો ફૂટે,
જેમાં કલમની કોયલ ટહુકે,
જેમાં લેખની મન મૂકીને વરસે,
જેમાં મધુર રસથી તરબોળ થવાય,
તે મારી માતૃભાષા ગુજરાતી.
તે મારું ગૌરવ છે, સ્વાભિમાન છે.
©® ડો. દમયંતી ભટ્ટ
વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐🙏💐