મારી વહાલી માતૃભાષા...
મીઠી મધ જેવી,
વટમાં ક્ષત્રિય જેવી,
સિંહની ડણક જેવી,
કવિના કવન જેવી,
શિશુના શૈશવ જેવી,
પિતાના પ્રેમ જેવી,
શિતળ ચંદન જેવી,
માતાની મમતા જેવી,
દોસ્તીના વાયદા જેવી,
ગંગાની પવિત્રતા જેવી,
શિવજીની મહાનતા જેવી,
વ્હાલી જન્મભૂમિ જેવી.
મારી વહાલી માતૃભાષા.....