હાલ ને ભેરુ હાલ ફેંકી દઈએ જીવતરનો ભાર.
મોહ માયાની પણોજન નેભૌતિક સુખ નો ભાર..
સમય હશે તારો તો સહુનો હશે સાથ..
પોતાના ને પારકા દુઃખ માં નહીં ઝાલે હાથ.
માયાળુ છે માનવી ને મીઠપ નો છે માર..
હશે તે લૂંટી જશે નહીં આવે કોઈ કામ.
ભમશું આ ભોમકા જંગલકેરી વાટ.
પહાડોની ટોચ અને નદી કેરો ઘાટ..
સુખ દુઃખ ની છાંયડી ને વસમી છે રાત.
શમણાં છે મોટા ને અધૂરી છે આશ..
એજ પળોજણ છે જિંદગી ની "ગોવાળ"
બધુજ છે હાથમાં ને ખાલી છે હાથ..
ભીખુ (ગોવાળ)
કોપી આરક્ષિત