આજ રોજ મિત્રો સાથે કસુંબો મુવી જોવા માટે જવાનું થયું. આ મુવી જોઈ ને વિશે ની થોડી વાત કરવા જેવી લાગી અને એક અપીલ એ પણ કે આ મુવી ને જોવા માટે એક વાર અવશ્ય જાવ. કસુંબો મુવી માં શૌર્ય, ત્યાગ અને માતૃભૂમિ ની રક્ષા કાજે બલિદાન આપવું , કસુંબો મુવી માં સૌરાષ્ટ્ર ના શેત્રુંજય પર્વત પર અલાઉદિન ખિલજીના આક્રમણની વાત દર્શાવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્યતાને જોવી છે, માતાની મમતા, તેમજ પત્નીનું બલિદાન, વીરની વિરગતી બધા જ રસોનું પાન કરાવતું મુવી એટલે કસુંબો. આદિપુર ગામ માં આદીનાથ દાદાની રક્ષા કાજે માતૃભૂમિ માટે માથા કપાવી દીધાની વાત બખૂબી નિભાવી છે. ગામના દરેક યુવાનો શૌર્ય અને બલિદાન માટે દરેક ક્ષણે વીરગતિ પામવા તત્પર જ રહે છે, તેમજ ગામની નારીઓ પણ વખત આવ્યે પાછી નથી પડતી. તેની રગોમાં પણ બારોટનું લોહી દોડે છે અને ખિલજી સામે યુદ્ધમાં નારીઓ મા ખોડલની શક્તિ બનીને રણમેદાનમાં ઉતરે છે.વીરો અને વીરાંગના કેસરિયા બલિદાનો આપ્યા .આદિપુર ગામના બારોટ સમાજે ખિલજી થી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. જય મા ખોડલ, ખમકારી ખોડલ