કલમથી આ મારાં દિલ પર તારું નામ લખી દઉં,
ધબકે  દિલ  ને  જીવન  તારાં  નામનું  લખી દઉં,
શબ્દોથી આ તારી આંખો તરફ પ્રયાણ માંડી દઉં, 
પલકે  આંખો  ને  જીવન  તારાં  નામનું  લખી દઉં,
લોહીથી આ મારાં હાથ પર તારું ચિત્ર દોરી દઉં,
ઝાલતા  હાથ  ને  જીવન  તારાં નામનું લખી દઉં,
વેણથી આ તારાં મુખ પર સ્મિતને સજાવી દઉં,
હરખે  મુખ  ને  જીવન  તારાં  નામનું  લખી દઉં,
મનથી આ મારાં હ્દય પર તને સ્થાન આપી દઉં,
રમતું  હ્દય  ને  જીવન  તારાં  નામનું  લખી  દઉં,
હોઠોથી આ તારાં ગાલ પર પ્રેમનું ચુંબન કરી દઉં,
ખીલતા  ગાલ  ને  જીવન  તારાં નામનું  લખી દઉં,
નિઃસ્વાર્થ પ્રેમથી આ મારાં શ્વાસ પર તમને છોપી દઉં,
ખુટતા   શ્વાસ  ને   જીવન  તારાં   નામનું  લખી   દઉં..
મનોજ નાવડીયા ✍️