🌹🌹🌹🌹ગુલાબ ની પ્રેમ કહાની🌹🌹🌹🌹🌹🌹🌹
મૂળ ના ગર્ભ થી, છોડ ના સૌથી છેલ્લા ખૂણે ચારેકોર તીષ્ણ કાંટા અને લીલા કંટીલા પાંદડા ની વચ્ચોવચ્ચ...
એક નાની સી , કૂમળી સી કૂપણ ફૂટી.....
🌹ગુલાબ એનું નામ પાડયું.......
ધીરે ધીરે સૂર્ય ના તેજ થી ખિલી રહેલી આ કળી....
ધીમે ધીમે એની એક એક રુપાળી પાંખડી ખોલતી રહી..... જેમ નાનકડી બાળકી મંદ મંદ મુશ્કાન થી અલહડ હાસ્ય કરતા હોઠ ખોલે તેમ એ ય ખૂલતું રહ્યું,
અસંખ્ય કાંટા ની વચ્ચે બેફામ યૌવન ની નજાકત સાથે એ ખિલી રહ્યું હતું...
એની રુપાળી પાંદડી ઓ વાયરા સાથે વાતો કરતી થઈ ગઈ હતી..... એના પરિપકવ રજકણ ભમરા ને આક્રષિત કરવા થનગનતા હતા .....
એક એક ભમરો એને અડી ને એના રસ થી મન ભરતો....
મન ભરાતા એ ઉડી જાતો ....ફરી આવતો....
🌹ગુલાબ ને એની આદત પડી ગઈ .....
એની રોજ વાટ જોવે એને રસપાન પીરસે...
પાંદડીઓ ને એનો ભાર સહન નથી થાતો..
હવે ભમરો એના રસ ચૂસી એને કમજોર કરી રહ્યો છે.....
🌹ગુલાબ ને પ્રિત ની રીત નિભાવી પડી રહી છે.....
હવે એનું યૌવન નું તેજ ફિક્કુ પડતુ ગયુ...
કરમાની વેળ આવી ગઈ હતી.....
નમણુ નાજુક ગુલાબ અશક્ત થઈ ગયુ તુ...
પાંદડી ના રંગ નો ચળકળાટ આછો થઈ ગયો ...
🐝ભમરા ને આક્રષવા કશુય રહ્યુ નહિ....
રુપાળી પાંદડીઓ પર કરચલીઓ દેખાવા લાગી ......
ચટક રંગ પણ ઓસરાઈ ગયો .....
એક એક કરી પાંદડીઓ સરવા લાગી...
વાયરા ની સાથે ઉડી નીચે પડવા લાગી ....
🌹ગુલાબ ની આભા વિખાઈ ગઈ.....
આ બગીચા માં કેટલાય ગુલાબ ખિલ્યા છે... 🌹કેટલાય દેવશરણે પથરાયા.... કેટલાય કેશ મા ગુંથાયા... કેટલાય અત્તર બનવા પિસાયા..... કેટલાય ગુલકંદ મા ભેળવાયા... કોઈ પુસ્તક મા પુરાયા......
🌹રંગ , રસ , સુગંધ બધુંય લૂંટાય ગયું.....એટલે જ ગુલાબ આપી પ્રેમ અને આદર નો સતકાર થાય છે...
પ્રેમ નું સૌથી ઉમદા પ્રતિક .... એટલે ગુલાબ.....
💕 Happy Rose Day Dosto.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹