Quotes by Vijita Panchal in Bitesapp read free

Vijita Panchal

Vijita Panchal Matrubharti Verified

@viju123
(300)

બારણું તો ક્યારનું ખુલ્લું જ હતું,

પણ તું આવવામાં મોડું કરે તો ક્યાંથી ચાલે..?


આંગળી તો પ્રેમની જ પકડી હતી મેં,

પણ તું મોહમાં જ ફેલાય તો ક્યાંથી ચાલે..?


અંતરમાં એક ખૂણો તારો જ હતો,

પણ તારે વિશાળ મેદાન જોઈએ તો ક્યાંથી ચાલે..?


હથેળીમાં ચાંદ બની ગયો હતો તું,

પણ તને આખું આકાશ જોઈએ તો ક્યાંથી ચાલે..?


દિલનું એક ખાસ કોરું કાગળ હતો તું,

પણ તને લખાયેલી ગઝલ જોઈએ તો ક્યાંથી ચાલે..?


કવિતાની વ્યાખ્યામાં માત્ર તું બંધાયો હતો,

પણ તને આખેઆખી મહેફિલ જોઈએ તો ક્યાંથી ચાલે..?


- વિજીતા પંચાલ✍️

Read More

મૃગજળ ઉપર આજે ક્યાંક માવઠાંની સંભાવના વધી છે,
શું આ ધરા પર આજે ગગનની લાગણીઓ ધબકી છે..??
🌧️🌩️⛈️

માણસને બિચારી એક જીંદગી મળે,
ને એમાં પણ એને કેટલી જીંદગી નડે..!
💛💛

સંદેશ વર્તમાનપત્ર "નારી" પૂર્તિ...

https://youtu.be/KHu4o_DKJBc

સોનેરી સવાર...મારા અવાજમાં..🌻🌻

પરિચિત છતાં અપરિચિત થતી જાય છે,
આ દુનિયા જાણે અળખામણી થતી જાય છે,
મન મગજમાં તો ભરેલું હોય છે ઘણું,
પણ પોતાની નજર જ ક્યારેક પારકી થતી જાય છે...

વિજીતા પંચાલ "જલધિ"

Read More

https://youtu.be/ENwdo9z4eDs

Watch my poem on My YouTube channel...
pls like share and subscribe...🙏