એ ય જીંદગી..
તું પણ થોડી થોડી
મારા પપ્પા જેવી
થયા કર..
જે ઝંખું
એ સઘળાં કરતાં
જે જે જરૂરી છે
જે સારૂં જ માત્ર નહીં
મારા માટે સાચું ય છે
એવું થોડું થોડું
આપ્યા કર..
તારો ક્યારેક
ગુસ્સો વ્યાજબી
પણ જુસ્સો
ઝાઝો આપ્યા કર..
કમાશો
એ તો અહીંનું અહીં
પણ
આપશો તો
જે પામશો
એ આવશે સાથે
છો ને પતે આખું જીવતર..
એ ય જીંદગી..
તું પણ થોડી થોડી
મારા પપ્પા જેવી
થયા કર..