એક ગઝલ.
પ્રશ્ન એના કોઇ માયાજાળ જેવા હોય છે
માણસો અંતરથી સૌ વૈતાળ જેવા હોય છે
સ્વાર્થની મિઠાસ વહેંચે જગતમાં સર્વને
આદમી જે લીમડાની ડાળ જેવા હોય છે
એજ વરસીને ધરાના મૂળમાં પહોંચી શકે
આભમાં જે વાદળો પાતાળ જેવા હોય છે
તું નહિ સમજી શકે લાંબી મથામણ કર છતાં
શબ્દ મારા ગુંચવેલી જાળ જેવા હોય છે
આપણી માફક વિહંગના પંથ કપરા છે ‘અભય’
આભમાં પણ કંઇક રસ્તા ઢાળ જેવા હોય છે
સૌજન્ય; અભય દવે
🙏