"માતૃત્વ"
બાળક ને ઉંદર માં ઘણું શીખવે છે,
માતૃત્વમા માં ઘણું જીરવે છે.
પેહલા મહિના થી નવ મહિના સુઘી,
માં તેનું માતૃત્વ એક બાળકમાં ખીલવે છે.
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
પોષણ મળે તને પુરૂ એટલે, એ ન ભાવતું પણ માં હસ્તે મોઢે જમે છે,
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
ગર્ભસંસ્કાર ના સંસ્કાર રોપી, માં તને રોજ સવારે, પ્રેમની હુફ મા બોળે છે,
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
માં બનવાની ખુશી ના હેત રોજ મને ખીલવે છે,
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
તારી આવવાની તારીખની ઉતાવળ, મને એક પાનું રોજ કરાવે છે,
એ રોજ મને યાદ કરીને પોતાને ફડાવે છે.
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
બસ હવે તો એક ચેહરો રોજ સપનામા પુછે છે,
માં હું ક્યારે તારા ખોળામાં બેસી ને"સ્વયમભુ"રમીશ... માં હું ક્યારે આવીશ..?
માતૃત્વમા માં ઘણું જીરવે છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ