ફરવાનો મહિનો ફેબ્રુઆરી !
ફૂલો નો મહિનો ફેબ્રુઆરી !
સપ્તરંગી સુગંધી મહિનો ફેબ્રુઆરી !
પ્રેમીને પામવાનો મહિનો ફેબ્રુઆરી!
લગ્નની મોસમનો મહિનો ફેબ્રુઆરી !
સુગંધે મઘમઘતો મહિનો ફેબ્રુઆરી !
દિવસ ટૂંકો ના લાંબી રાત ફેબ્રુઆરી !
ઠંડી ગરમી ખુશનુમ મહિનો ફેબ્રુઆરી!
પ્રિયા મિલનનો તરવાટ યાદ ફેબ્રુઆરી !
રૂડો કેશુડો ખીલવતો મહિનો ફેબ્રુઆરી.
- વાત્ત્સલ્ય