પ્યારની એ આંધી એવી હતી કે સુધ, બુધ ખોવાઈ ગઈ હતી.
એકબીજા સાથે જોડાવા માટે ભાન, શાન ભૂલી ગઈ હતી.
એકબીજામાં ઓતપ્રોત થઈને ,સમાજની નિંદાથી નીડર બની ગઈ હતી.
મુક્ત મને પ્રેમની પાંખો ફેલાવી ,સ્વર્ગનું સુખ માણી રહી હતી.
સમય ક્યાંય ખોવાઈ ગયો,સ્વપ્ન તૂટી ગયા છતાં અહેસાસ માં જીવી રહી હતી.