ઉમર સરકતી જાય છે, ભળવાનું રાખ,
કાલે ઉડી જઈશ, હળવા મળવાનું રાખ.
સુખની શોધમાં બાહર ભટક્યા,બહુ!
હવે ભીતર તરફ થોડું વળવાનું રાખ.
અજાણી જગ્યાએ અથડાઈ ના જાય !
નજરો ને થોડી પાછી વાળવાનું રાખ.
અજ્ઞાનના અંધકાર વ્યાપી જાય તે પહેલાં,
જાત જલાવી ને પણ જળહળવાનું રાખ.
ઋણ, છોડતું નથી કોઈ ને, સાતભવ સુધી !
ચૂકવી દે હમણાજ, એમાંથી નીકળવાનું રાખ.
કોરો ધાકોર રહીશ તો કોઈ નહિ ઓળખે ?
ભાવનામાં ભીંજા, ને થોડું પલળવાનું રાખ.
આંસુ ઓ ફાડી નાખશે દીવાલો હૈયાની !
પોતાના મળે તો ખંભે ખળખળવાનું રાખ.
છોડી ને ગયા, ત્યાંજ સ્થિર ઊભા છે,પથ્થર !
લાગણીના પ્રવાહમાં હદય ને પીગળવાનું રાખ.
અંતિમ દર્શને પણ ભલે કોઈ આવે કે ના આવે?
'મિત્ર' આંખો ખોલી અંગત ને ઓળખવાનું રાખ.
(અજ્ઞાત)
(આ મારી ખુદની રચના નથી.મને ગમ્યું એટલે અહીં રજૂ કર્યું છે.)
- વાત્સલ્ય