69. સ્રગ્ધરા છંદ
“જન્મ્યો છે કૂર્મ જેની પીઠ ઉપર જ બ્રહ્માંડનો ભાર રે’ છે
એવા તે ધ્રુવ જન્મ્યા,સકલ નિયમીત જ્યોતિ ચક્રો ફરે છે,
ઊંચે નીચે ધરામાં પરહિત કરવા કોઇ આવો ન આમાં,
જીવ્યાનું વ્યર્થ જાણો મશક સમ બધા ઉમરાનાં ફળોમાં.
તે કાચબો એક જ ખરો જન્મ્યો છે,જેણે પોતાની પીઠ ઉપર આ વિશાળ
પૃથ્વીનો ભાર ધારણ કર્યો, અને ધ્રુવનો જન્મ ધન્ય છે.જેની આસપાસ નક્ષત્રોનું
મંડળ નિયમિત ઘૂમ્યા કરે છે.પારકાનું ભલું કરવામાં જેના પડખાં ઘસાયા છે .
તેઓ જ ખરાં જન્મ્યા છે,ઉંચા કે નીચાનો પ્રશ્ન જ નથી. જ્યારે બીજા પ્રાણીઓ
તો ઉંમરાના ફળમાં રહેલા જંતુઓની જેમ જન્મીને તરત જ મરે છે.
- ભર્તૃહરિ નીતિશતક
🙏