અયોધ્યા આજ હરખાયું છે
ખુશીથી પરિસર છલકાયું છે
રામ સીતા સંગ લક્ષ્મણથી
અયોધ્યા પાછું ફરાયું છે
ઋણ ચુકવવા જટાયુનું પણ
પૂતળું ત્યાં મુકાયું છે
સહુના મુખેથી રામનામ લેતાં
હ્રદય આનંદથી છલકાયું છે
પ્રતિક્ષાની પૂર્ણાહૂતિથી સહુના
અધરોં પર સ્મિત મલકાયું છે…
-કામિની