ના જો હોય તું અહીં હાજર રે,
તો ક્યાં જન્મ્યું હોત જીવન રે,
સાદર બની તું અહીં આવ્યો રે,
ઓઢાડી જીવન અમૃત આપ્યું રે,
ગોઠવ્યા ગ્રહોને ચારેય દિશામાં રે,
સમાવ્યો સુરજ, ચંદ્ર અને તારાને રે,
સાથી બન્યો તું એકલ મા નો રે,
બન્યો તું પાલન પોષક પિતા રે,
હોય તારું ઘણું જ મોટું માન રે,
આથી બન્યું નામ આસમાન રે,
ના જો હોય તું અહીં હાજર રે,
તો ક્યાં જન્મ્યું હોત જીવન રે...
મનોજ નાવડીયા