શ્વાસમાં મહામારી ચાલી રહી છે અત્યારે....
મારા નાજુક હૃદયને હલબલાવી રહી છે અત્યારે...
એક એક શ્વાસ ઉધારી માં આપ્યા છે અત્યારે...
ગણ્યા ગાઠીયા દિવસો બાકી રહ્યા છે અત્યારે...
તારા જવાની ખબર મને આપી રહ્યા છો અત્યારે....
લાગણીએ બાંધ્યા પછી છોડી જાવ છો અત્યારે...
શ્વાસની હળવાશ માગી હતી માત્ર,
તે તોડી જાવ છો અત્યારે....
એટલી કમજોર વેદના ક્યારેય નહોતી,
કોઈના છોડવાથી તૂટી જાય અત્યારે.....