દરેક અલગારી વાતોમાં તું જ છે.....
દરેક સવાલના જવાબમાં તું જ છે....
આ ચિત ના ચકડોળમાં તું જ છે....
આ ચિત્રના રંગોની ભાતમાં તું જ છે....
બારીમાંથી ઉગતો પ્રભાત બસ તું જ છે....
સ્પર્શ હવાનો ચહેરાનું સ્મિત તું જ છે....
આતમ માં ઊઠતી આશાઓ ના પ્રાણ તું જ છે..
ખોલું જો નયન તો ભીતે દેખાતી છબી તું જ છે...
યુદ્ધ વિના મોત આપનાર બસ તું જ છે....
વેદનાની શ્વાસો નો અંતિમ પડાવ તું જ છે.....