સુવિચાર.
1) જિંદગી
મીઠું સ્મિત, ખારા આંસુ
તીખો ગુસ્સો
આ ત્રણેયથી બનતી ચટાકેદાર વાનગી
જિંદગી.
2) માણસ.
ફળ પાકી ગયા પછી પડી જાય છે…
અને જે પડી ગયા પછી
પાકો થાય છે…
માણસ
3) વજન વધે તો શું કરવું?
શરીરનું વધે તો… વ્યાયામ
મનનું વધે તો … ધ્યાન
અને ધનનું વધે તો… દાન
🙏