*એક સ્ત્રી શા માટે આદરણીય ?* 🙏
*કુખમાં રહું છું ને, રાખી શકું છું... ભલે નથી ભગવાન હું, તો પણ જન્મ આપી શકું છુ...*
*છે મારા માં તાકાત કે, હું દેશ ને વીર આપી શકું છું...*
*ભલે રહું પોતે અભણ પણ,*
*જિંદગી ના પાઠ ભણાવી શકું છું...*
*આવડતું નથી ગણિત ભલે, પણ હિસાબ રાખી શકું છું!*
*ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું...*
*જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું...*
*ભલે ના વાપરું મોંઘા પ્રસાધનો પણ,*
*હું સુંદર લાગી શકું છું...*
*હોય સાથ જો પરિવાર નો તો હું કંઈ પણ કરી શકું છું...*
*પરણીને ભલે આવી,* *પારકી હું...*
*પોતાની આવડતે હું,*
*બીજાને પોતાના કરી શકું છું...*
*નથી પુરુષ સમોવડી ભલે...*
*પણ મંદિરમાં તો પહેલી પૂજાઈ શકું છું...*
*(રાધે-ક્રિશ્ના, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ)*
*ગર્વ છે મને ખુદ પર કે હું પોતે*
*નવું જીવતદાન આપી શકું છું...*
*છું એક સ્ત્રી ભલે...*
*પણ સૌ કિરદાર નિભાવી શકું છું..!*
-Megha