તારી યાદ મારી
કારની ચાવીમાં.
ઘરના આંગણીયે.
મારા હેન્ડ પર્સમાં.
કબાટની ચાવીમાં.
દફતરની ચેઇનમાં.
મેઈનગેટના લૉક માં.
ઘર મંદિરના દરવાજે.
મારા પુસ્તકના કબાટમાં.
મારી બાઈકની ચાવીમાં.
મારા ખેતરના દરવાજે.
એમ બધે જ તારી સ્મૃતિઓ રાખી છે.
હવે માત્ર મારા હૈયાની ચાવી તારી પાસે છે.
એટલે તારી વાટ જોઈ બેઠો છું.
- वात्सल्य