પ્રણયનું ભૂત માથે ચડી બોલે છે.
મારા આ નયનમાં તમારી છબી બોલે છે.
મલકતા અધર પર તમારી વાતો બોલે છે.
મારી આ ઊલજેલી લટો હવામાં ઉડતી બોલે છે.
તમારા આવવાના એંધાણ માં આ મોસમ બોલે છે.
બધા ભેદ એમનેમ જ ખુલ્લે આમ બોલે છે..
અરે આ તો ભાર નાજુક કળી નો બોલે છે.
તારા સજદા કરવા માટે વેદનાની કબર બોલે છે.